logo
Pre-school

અંગ્રેજી માધ્યમ: ધો. ૧ થી ૧૦

English Medium: Std. 1 to 10

સામાન્ય માહિતી:

  1. ધોરણ: નર્સરીથી ધોરણ ૧૦ સુધી. 
  2. શાળાની શરૂઆત: ૨૦૧૨થી… નોંધપાત્ર કામગીરીના યશસ્વી આઠ વર્ષ પુર્ણ કર્યા.
  3. શાળાનો સમય: ૧૦.૩૦ થી ૪.૩૦  (હાલ બપોરની શિફ્ટ)
  4. જોડાણ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) (2013થી CBSE માળખા પ્રમાણે ભણાવવાનો બોહળો અનુભવ). 
  5. કેમ્પસ: ઈડરના કેન્દ્ર સ્થાને સલામત, લીલુંછમ ઈકો કેમ્પસ (બસ સ્ટેશન, માર્કેટ અને કોલેજની ખૂબ જ નજીક). 
  6. ધો.1 માં પ્રવેશપાત્રતા: તા. ૩૧.૦૫.૨૦૨૦ના રોજ પાંચ વર્ષ પૂર્ણ હોવા જોઈએ. 
  7. પ્રવેશ પરીક્ષા: બાળકની વર્તમાન ક્ષમતા જાણવા કસોટી લેવાય છે.
  8. પાયાના શિક્ષણ માટે ફાઉંડેશન વર્ગો: ધીરેથી શીખતા અને અન્ય સ્કૂલમાંથી પ્રવેશ લેનાર કેટલાક વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ સહયોગ,  માર્ગદર્શક શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શીખવા માટે સહયોગ.
  9. બ્લોક પીરિયડ (સંયુક્ત તાસ): ધો. ૫ સુધી મુખ્ય વિષયોના બે સળંગ – સંયુક્ત તાસ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ભાર વિનાનું ભણતર.
  10. ફી: સરકારશ્રીની ફી નિયમન સમિતિ દ્વારા નિયત થયેલ ફી. ડોનેશન લેવાતું નથી. 
  11. ગણવેશ: સ્કૂલના નિર્દેશ મુજબ.
  12. સર્વગ્રાહી શાળા: જાતિ, ધર્મ, રંગ કે અન્ય કોઈ ભેદભાવ સિવાય તમામને સહ શિક્ષણ મળે છે.
  13. કેમ્પસમાં જ અંગ્રેજી માધ્યમની સાથે ગુજરાતી માધ્યમની પણ વ્યવસ્થા હોવાથી માધ્યમ બદલવા માંગતા અને અલગ અલગ માધ્યમમાં ભણાવતા એકજ પરિવારના વિદ્યાર્થીઓના વાલી માટે ખૂબ જ ઉપયોગી. 
  14. RTE પ્રવેશ: સરકારશ્રીના નિયમો મુજબ RTEમાં પ્રવેશ મળવાપાત્ર છે.
  15. વાહન-વ્યવહારની સુવિધા : વાલીઓ દ્વારા ગામ અને ઇડરમાંથી વાહન-વ્યવહારની વ્યવસ્થા. આ ફરજિયાત નથી. શાળા આ વ્યવસ્થામાં જોડાયેલ નથી.

અભ્યાસ પધ્ધતિઓ - ફિલોસોફી:

 1. વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને: ગુણવત્તાસભર વિષયોનું શિક્ષણ, ભવિષ્યમાટે જરૂરી(Futuristic) – 21 સદીને અનુરૂપ કૌશલ્યોના વિકાસ અને સારા મનુષ્ય તરીકેનું ઘડતર કરતી કેળવણી. 
 2. સમજણ આધારિત શિક્ષણ: વિદ્યાર્થીઓ રસપૂર્વક વિષય સમજતા થાય તેને અનુરૂપ ભણાવવાની પદ્ધતિઓ અને મૂલ્યાંકન યોજવામાં આવે છે.
 3. વિદ્યાર્થી સ્વતંત્ર રીતે શીખનાર : વિદ્યાર્થીને જ્યારે શીખવામાં આનંદ(Joyful Learning) આવે તેવી વ્યવસ્થાઓ ગોઠવાય છે, ત્યારે વિદ્યાર્થી જાતે અભ્યાસ કરતો થાય છે – સ્વતંત્ર રીતે શીખનાર(Independent Learner) બને છે.
 4. અંગ્રેજી શીખવાનું વાતાવરણ: વિદ્યાર્થીઓને મોકળાશ આપીને શ્રવણ અને કથનના માધ્યમથી વિવિધ તકો અને માહોલથી અંગ્રેજી ભાષા શીખવાનું વાતાવરણ ઊભું થાય છે. જેથી વિદ્યાર્થી ભાષા ગોખવાને બદલે સહજ રીતે શીખે છે.  
 5. અભ્યાસની સાથે આંતરરાષ્ટ્રીય અનુભવો: 21 મી સદીના આંતરરાષ્ટ્રીય અનુભવો અનિવાર્ય છે. અહીં અભ્યાસની સાથે જ આ વિકસાવાય છે. બ્રિટિશ કાઉન્સિલ,UK દ્વારા અભ્યાસક્રમની સાથે જ આંતરરાષ્ટ્રીય સમજણ વિકસાવવા ISA (International school award) એવોર્ડ શાળાને એનાયત થયો છે. 
 6. ૨૧મી સદીના કૌશલ્યોનો વિકાસ: વિષયોના શિક્ષણની સાથે જ સર્જનાત્મકતા (Creativity), સાથે મળીને કામ કરવું (Collaboration), જટિલ વિચારશક્તિ (Critical Thinking) અને સંવાદ કરવાની કલા (Communication) –  ભવિષ્ય માટે ખૂબ જરૂરી કૌશલ્યો શીખવાય છે.
 7. શાળાના સમયનો મહત્તમ ઉપયોગ:  અગાઉથી આયોજન, ટેકનોલોજી,  ફ્રી તાસનો ઉપયોગ, વગેરેથી – તાલીમબદ્ધ ટીચિંગ, એડમીન, તથા સપોર્ટ ટીમ દ્વારા શાળાના સમયનો મહત્તમ ઉપયોગ વિદ્યાર્થી માટે થાય છે.
 8. અમેરિકાના ખાસ સાહિત્ય દ્વારા અસરકારક શિક્ષણ: અમેરિકાના ‘OEF’ દ્વારા  નિર્મિત વિશ્વકક્ષાના સાધનો, સાહિત્ય તથા પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને શીખવાય છે.
 9. સ્પર્ધાત્મકતાની તાલીમ: શિક્ષણની સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તાલીમ અપાય છે. રાજ્ય અને દેશ કક્ષાની  વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ(દા.ત. NTSE, ISO, ICO, નવોદય પ્રવેશ પરીક્ષા વગેરે) દ્વારા વિદ્યાર્થીઓને અત્યારથીજ સ્પધાત્મક બનાવવાના પ્રયત્નો થાય છે.
 10. મૂલ્યાંકન: વિકલી ટેસ્ટ જેવી વિવિધ રીતો દ્વારા વિદ્યાર્થીઓનું નિયમિત અને સાચું મૂલ્યાંકન થાય છે. IMP પ્રશ્નો કે એસાઈમેન્ટ આપવામાં આવતા નથી. પ્રસંગોપાત ત્રાહિત વ્યક્તિઓ દ્વારા પણ મૂલ્યાંકન થાય છે. પરીક્ષાના પેપર બહારના તજજ્ઞો દ્વારા પણ કાઢવામાં આવે છે.
 11. વિદ્યાર્થીઓની અનોખાપણાની ઓળખ તથા સુપર-30 ગ્રુપ્સ: વિવિધ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓની આગવી વિશેષતાઓ/ પ્રતિભા/ મલ્ટિપલ ઇંટેલીજન્સ(MI) દ્વારા તેઓનું અનોખાપણું ઓળખવાના પ્રયત્નો થાય છે. વિવિધ વિષયો/ ક્ષેત્રોમાં સુપર 30 વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને જરૂરી વિશેષ સહયોગ અપાય છે.
 12. સારા મનુષ્ય(Good Human Beings) તરીકેની કેળવણી:  ચારિત્ર નિર્માણ અને વ્યક્તિત્ત્વનો વિકાસ દ્વારા સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપવા વાળા વ્યક્તિત્વનું ધડતર.

મુખ્ય વિષયોનું શિક્ષણ - ધ્યેય ટકાવારી:

 1. અંગ્રેજી: ફોનિક(અવાજ) આધારિત પદ્ધતિસરની વાચનની તાલીમ જે બાળકને સહજ રીતે વાંચતા કરે છે. ગોખવાને બદલે જાતે શીખનાર(Independent Learner) બને છે.
 2. ગણિત: નિયમિત લેબની પ્રવૃત્તિઓથી પાયાના ખ્યાલોની સમજ વિકસે છે. વૈદિક ગણિત તથા સ્પીડ મેથ્સ દ્વારા ઝડપી ચોકસાઈપુર્ણ માનસિક ગણતરી બાળક શીખે છે.
 3. વિજ્ઞાન: નિયમિત પ્રયોગ,અવલોકન તથા ટેકનોલોજીની મદદથી મૂળ તથ્યોની(Concept) સમજ વિકસાવાય છે. મેકર લેબ,  સેટરડે શો- કેસ ની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ જાતે શીખે છે, અને યુવા વૈજ્ઞાનિક તરીકેની સજજતા વિકસાવે છે.
 4. ભાષાઓ: સર્જનાત્મક લખાણ, વાંચન, કથન, કવિતા ગાન, સ્પેલ-બી, અર્થગ્રહણ વગેરે દ્વારા લેખન, વાંચન, શ્રવણ અને કથન(LSRW) આ ચારેય કૌશલ્યો વિકસાવાય છે.
 5. કોમ્પ્યુટર: પ્રાયોગિક તાલીમથી વિદ્યાર્થીઓ જાતે અભ્યાસક્રમના અને અન્ય ટોપીક્સ જાતે શીખે છે.
 6. શિક્ષકો: જરૂરી લાયકાત ધરાવતા શિક્ષકોની નિયમિત તાલીમથી તેમના જ્ઞાન, કૌશલ્યો અને અભિગમના ઘડતર દ્વારા શિક્ષકોની ક્લાસરૂમમાં ભણાવવાની સજ્જતા અને ક્ષમતા વધે છે.
 7. અઠવાડિક ટેસ્ટ : અઠવાડિક ટેસ્ટથી વિદ્યાર્થીઓની સમજ, પુનરાવર્તન તથા જરૂરી ઉપચારાત્મક શિક્ષણ વિદ્યાર્થીઓનું પરિણામ સુધારે છે.
 8. નિયમિત વાલી મીટીંગ(PTM): નિયમિત વાલી સાથેની મિટિંગમાં બાળકના વ્યક્તિગત અભ્યાસની પ્રગતિની ચર્ચા સાથે સંયુક્ત રીતે સર્વાંગી વિકાસ માટે સંવાદ થાય છે. વાલીને whatsappથી નિયમિત ગૃહકાર્ય મોકલાય છે. જરૂરિયાત પ્રમાણે વિશેષ કાળજી માટે ઘરની મુલાકાત(હોમ વિઝિટ) પણ થાય છે.
 9. વિશેષ વર્કશીટ : ખાસ તૈયાર કરેલ વર્કશીટનો ઉપયોગ વધારે સારી રીતે પાયાના ખ્યાલને સમજાવવા થાય છે. આ વ્યવસ્થામાં 3 વર્ષ ભણેલો CBSE અને ICSE (આંતરરાષ્ટ્રીય કેન્દ્રીય બોર્ડ) ના માળખામાં પોતાનો દેખાવ કરવા વધુ સજ્જ બને છે કે જ્યાં ‘યાદ શક્તિ કરતા સમજણ’ને વધારે મહત્વ આપવામાં આવે છે. (વાલીઓના ફીડબેક પ્રમાણે આ વિદ્યાર્થીઓ અન્ય આ બોર્ડ ની સ્કૂલમાં સહજ રીતે સેટ થઈ જાય છે.) 
 10. સમજણ આધારિત પરીક્ષા પદ્ધતિ: આ સમજણ આધારિત પરીક્ષા પદ્ધતિમાં પુસ્તક આધારિત સમગ્ર અભ્યાસક્રમ ઉપર ધ્યાન આપવામાં આવે છે. IMP પ્રશ્નો કે તૈયાર એસાઈમેન્ટ વિધ્યાર્થીઓને આપવામાં આવતા નથી. જેથી વિદ્યાર્થીઓએ વિકસાવેલ સમજની સાચી કસોટી-મૂલ્યાંકન  થાય છે.

સહઅભ્યાસકીય અને ભવિષ્યલક્ષી પ્રવૃતિઓ:

 1. સહઅભ્યાસકીય પ્રવૃતિઓ: આ પ્રવૃત્તિઓમાં વિષયોના વિવિધ ટોપીક્સને જ સાંકળીને સમજ સ્પષ્ટ કરવાનો મુખ્ય આશય હોય છે. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં રસ વધુ હોય છે આથી લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. ઉપરાંત વિષયોની સમજ દ્રઢ બને છે. 
 2. સમુહ પ્રાર્થના અને ભોજન: સમુહ પ્રાર્થના આંતરિક શક્તિઓ તથા કૌશલ્યો વિકાસ માટે ખૂબજ આયોજન પૂર્વક થાય છે. સ્વાસ્થ્યપ્રદ ખોરાક વહેંચીને સાથે ખાઓ તથા વૈજ્ઞાનિક ઢબથી હાથ ધોવા અને પ્રાર્થના કરીને જ જમવું તે યોગ્ય રીતે સમૂહ ભોજનથી શીખવાય છે. શિક્ષકો તેમની સાથે બેસીને જ જમે છે.
 3. મુલાકાતોથી અનુભવજન્ય શિક્ષણ: ટુર, ફિલ્ડ, ટ્રિપ્સ, ઓન ધ વે ટ્રિપ્સ દ્વારા અનુભવજન્ય શિક્ષણ અપાય છે. તેને વિષય સાથે જોડી મુલાકાત પહેલા અને પછી વિદ્યાર્થીઓને સમજ વધુ સ્પષ્ટ અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગની સમજ કેળવાય છે.
 4. સોફ્ટ બોર્ડ ઉપર પ્રદર્શન: દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ સોફ્ટ બોર્ડ ઉપર જે તે પાઠના ચાર્ટ, ચિત્રો તથા સર્જનાત્મક લખાણ લખીને પ્રદર્શિત કરે છે. વિદ્યાર્થીઓને પુનરાવર્તનની સાથે ખ્યાલો વધુ સ્પષ્ટ થાય છે. પ્રેરક સાહિત્યનો પણ ઉપયોગ થાય છે.
 5. સ્પોર્ટ્સ તથા આર્ટ: બાળકોની ઉંમર પ્રમાણે યોગ્ય રમતો તથા આર્ટની તાલીમ અપાય છે. આર્ટના સુપર-30 બાળકોને વિશેષ સહાયની પણ વ્યવસ્થા છે. પ્રાચીન ભારતીય રમતોની સાથે કેમ્પસમાં જ ઈનડોર તથા આઉટડોર રમતોની વ્યવસ્થા. સિઝન બૉલની નેટથી કવર કરેલ પ્રકટિસ પિચની વ્યવસ્થા છે.. 
 6. ભવિષ્યલક્ષી પ્રવૃત્તિઓ: જે ઝડપે વિશ્વ બદલાઈ રહ્યું છે, તેને જોતા અત્યારના વિદ્યાર્થીઓએ જ્યારે આજ થી આશરે 15 થી 20 વર્ષ પછી નોકરી કે વ્યવસાય માટે બહાર પડશે, ત્યારે નોકરી – વ્યવસાયોમાં ધરમૂળથી બદલાયા હશે. અને તેને માટે અત્યારથી અમારી સમજ, આગોતરું વિચારવું અને તે માટેની તૈયારી અત્યારથીજ કરવી તે અમારી ભવિષયલક્ષી પ્રવૃતિનો મુખ્ય આધાર છે.    
 7. ભવિષ્યલક્ષી પ્રવૃતિઓનો અમારો મુખ્ય આધાર અને સમજ “21મી સદીના કૌશલ્યોનો” વિકાસ કરવાનો છે. જેના માટે વિવિધ પ્રવૃતિઓ – તકો – પ્લેટફોર્મ આપવાની અને વિદ્યાર્થી જાતે શીખતો થાય(Independent Learner) એ જ છે. યુનાઇટેડ નેશન્સે (UN) 21મી સદીમા દરેક દેશને શિક્ષણ દ્વારા કૌશલ્યો વિકસાવવાની જે ગાઈડ લાઈન આપી છે, તેને ધ્યાનમાં લઈ ભવિષ્યલક્ષી કૌશલ્યો જેવા કે કોમ્યુનિકેશન, ક્રિએટિવિટી, કોલાબરેસન , ક્રિટિકલ થીંકીંગ, વગેરેનો સમયસર અને નિયમિત ધોરણે વિકસાવી રહ્યા છીયે. 
 8. વિશેષ ઇવેન્ટ/અભિયાન દ્વારા બહુમુખી કૌશલ્યનો વિકાસ: કૌશલ્યો અને તેના વ્યવહારમાં ઉપયોગ શીખવવો ખૂબ જ જરૂરી છે. ઈવેન્ટની તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થિઓની ભૂમિકા હોય છે. અભિયાનો દ્વારા વિદ્યાર્થીઓમાં બહુમુખી કૌશલ્યો વિકસે છે, સમાજ પ્રત્યેની સંવેદના ખીલે છે અને દ્રષ્ટિકોણ વ્યાપક બને છે. દા.ત. રાખી-અભિયાનની ઉજવણીથી આ કૌશલ્યો વિકસે છે: કોમ્યુનિકેશન, કોલાબરેસન, ક્રિએટિવિટી, ટીમ વર્ક, ઉદ્યોગ સાહસિકતા, રાષ્ટ્રપ્રેમ, સંવેદના, માર્ગ સલામતિ.
 9. વિશેષ રીતે તહેવારોની ઉજવણી: બાળકો યોગ્ય રીતે તહેવારને સમજીને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને જવાબદારીપૂર્વક તહેવારોની ઉજવણી કરે તે શીખવાય છે. દા.ત. ગણેશચતુર્થી નિમિત્તે માટીમાંથી ગણપતિ બનાવવા, ઘરે જ વિસર્જન કરવું અને વિસર્જનમાં પોતાના અવગુણ દૂર કરવાની પ્રતિજ્ઞાની સાથે ઉજવણી થાય છે. 
 10. સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ્સ (SDG) અન્વયે સમજ કેળવવામાં આવે છે અને તેના 17 ધ્યેયોની પ્રવૃતિઓ દ્વારા વિશ્વ માટે વિદ્યાર્થીઓ પોતાની જાગૃતિ અને સંવેદના વધારે છે.
 11. આંતરરાષ્ટ્રીય અનુભવો અને એક્સપોઝર: વિશ્વ એક ગામડું બની ગયું છે. ભવિષ્યમાં અન્ય દેશોના નાગરિકો સાથે વિદ્યાર્થીઓને કારકિર્દીમાં અને જીવનમાં કામ કરવાનું રહેશે. અને  તેને માટે જરૂરી ઘણી પ્રવૃતિઓ સ્કૂલમાં અત્યારે થાય છે. વિદેશી શિક્ષકો અને વિદેશી મુલાકાતીઓ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ સાથે સંવાદ કરે છે. અને સ્કૂલની હાઉસ સિસ્ટમમાં પણ વિવિધ હાઉસને કોઈ ને કોઈ દેશ સાથે સાંકળવામાં આવે છે.  
 12. મૂલ્ય શિક્ષણ/ સંસ્કારોનું સંવર્ધન – સારા મનુષ્ય(Good Human Beings)નું  ઘડતર કરતી કેળવણી: ચારિત્ર નિર્માણ અને વ્યક્તિત્વનો સમગ્ર વિકાસ એ અમારી પ્રાથમિકતા છે. પાંચ વર્ષ અમારી આ કેળવણી લીધેલ વિદ્યાર્થીમાં અમે આ ગુણો ખીલેલા જોઈ શક્યા છીયે: આત્મવિશ્વાસ, ઉચ્ચ (વિચારો, સપનાઓ, સિદ્ધિઓ), મૌલિકતા અને નવસંશોધન, બદલાવનું નેતૃત્વ, ધારેલું ન છોડવું, સંતુલિત જીવન અને સમાજ- રાષ્ટ્ર માટે યોગદાનવાળું વ્યક્તિત્વ.
 13. જવાબદાર નાગરિક તરીકેનું ઘડતર: સાક્ષરતા, ધરતી માતાનું સંવર્ધન (પર્યાવરણ), માર્ગ સલામતી, સંતુલીત આહાર, સ્વચ્છતા તથા અન્નનો બગાડ અટકાવવો આ સામાજીક અભિયાનો વિવિધ NGO સાથે નેતૃત્વ તથા જવાબદાર નાગરિક તરીકેના ઘડતર માટે ચલાવાય છે.
 14. ભારતીય સંકૃતિના વિચાર – પંચકોષના સંતુલિત વિકાસ દ્વારા વ્યક્તિત્વના સમગ્ર વિકાસ માટે નિયમિત રીતે વયજુથ પ્રમાણે વિવિધ પ્રયોગો થાય છે. આઇઆઇટીઇ દ્વારા આ પ્રયોગોના અસરકારકતાની વિદ્યાર્થીઓ ઉપરના સંશોધન-અહેવાલમાં સફળ પરિણામોની નોધ લેવામાં આવી છે.  
 15. નિષ્ણાત વ્યક્તિઓ સાથે સંવાદ: સંસ્કારોના સંવર્ધન/ મૂલ્યોના જતન માટે (અમૂલ્યમ),  કારકિર્દી માર્ગદર્શન, સફળ ઉદ્યોગ સાહસિકો તથા અન્ય ક્ષેત્રોના સફળ વ્યક્તિઓ સાથે વિદ્યાર્થીઓનો સીધો સંવાદ થાય છે. વિદેશના નિષ્ણાત વ્યક્તિઓ સાથે સ્કાઈપ દ્વારા પણ સંવાદ થાય છે.

General Information:

 1. Standards: Nursery to Standard 10.
 2. School timing: 10.30 am to 4.30 pm (Noon Shift).
 3. Affiliation: Gujarat state education board (GSEB) – Experience of CBSE-NCERT since 2013.
 4. Campus: Safe and eco campus @ the centre of Idar town. (Walking distance to the bus station, market & college).
 5. Starting of school: Since 2012.. completed 8 glorious years of remarkable work in 2020.
 6. Minimum Age requirement for admission in Standard 1 : 5 year must be completed on or before 31st May 2020.
 7. Entrance Test: It is conducted to know the present competencies of a child.
 8. Special foundation classes: Yearlong special support to slow learner students. Mentor & peer student facilitate learning.
 9. Block periods: As per the guidelines of Government of Gujarat, We facilitate “Education without burden” From Std 1 to 5 through Block periods.
 10. Fees as decided by governments “Fee Regulatory Committee” (FRC). 
 11. Uniform: As per the norms of the school.
 12. Inclusive school: Students can get an education without difference of gender, caste, creed, religion & colour.
 13. Both Gujarati & English medium schools are on the same campus, which gives flexibility and convenience to the parents.
 14. RTE Admission: Admission available as per Government norms. 
 15. Transport facility: It is not compulsory and is arranged by parents. School is not involved in this arrangement.

Pedagogy & philosophy:

 1. Student-centric: Quality education, 21st-century skills development – Futuristic education and man making education for developing competent good human beings.
 2. Conceptual Learning: Learning methods are adopted which makes students learn by understanding the concept. 
 3. Independent Joyful learner: Teaching pedagogies enables our student to enjoy the learning process and eventually makes students an independent learner.
 4. English Learning Environment: With the required openness, students are given the opportunity and environs to learn the English language through listening and speaking. That makes students learn the language easily rather than rote learning.  
 5. International Exposure: Global exposure is essential in the 21st century. Students get this exposure here along with studies. British Council, UK recognised us by special award ISA (International school award) for this work.
 6. Skills developments for the future: Along with subject knowledge, very important skills like creativity, collaboration, critical thinking &  communication are developed rigorously for the future(That is not known now.) of the student’s career.
 7. Maximum utilisation of school time: Proper advance planning, use of technology, proxy management & trained teaching, admin & support team, maximum utilisation of school time is ensured for the students.  
 8. Effective learning by American material: World-class material, TLMs, literature and pedagogy developed by “Opportunity Education Foundation (OEF), USA are utilised at our school for effective teaching of the students. 
 9. Coaching for the competitive exam with studies: Special training for competitive exam is given to the student along with studies. Students are exposed to the various competitive exam: NTSE, Navodaya entrance, NAAT by NISA & Gray matters-USA, GK&IQ Test – Vikas Vartul Trust to make them competitive.
 10. Evaluation: Regular and fair assessment of students are undertaken by various methods. IMP question set or assignments are not given to the students. Sometimes, exam papers are drawn by experts outside of school. 
 11. Identifying Uniqueness of Students & Super 30: By exploring various methods and tools like Multiple Intelligence, we try to identify the uniqueness of our students. Students are selected for the Super 30 group for their interest and ability in different subjects and fields. Super 30 students are given advance support and exposure in their field.
 12. Moulding Good Human Beings: Through various initiatives for Character building & Personality development, we try to build a contributory personality for the society and nation.

Core Subjects: % Focus:

 1. English: Systematic phonic(sound) based training for reading which makes the student a natural reader. Students become an independent learner in place at the rote learner.
 2. Maths: Regular lab activities of Vedic and speed maths help develop conceptual clarity that leads to speed & accuracy in mental calculations.
 3. Science: Regular experiments, observation and technology help in developing an understanding of the basic concept. Makerspace & Saturdays showcase make them independent learner & develops temperament as a young scientist.
 4. Language: Writing, reading, listening & speaking: These four skills are developed by creative writing, storytelling, reading competition, spell-bee etc.
 5. Computer: As a result of practical training students lean curricular & other topics on their own.
 6. Teacher as per required qualifications. Continuous training of Teachers knowledge, skill & attitude helps improve classroom delivery remarkably. 
 7. Weekly Test: Regular weekly test of all subjects empowers students with deep understanding, revision & remedial work. It ultimately results in achieving higher percentage in exams.
 8. Regular parents meeting: Regular homework is sent to parents through WhatsApp. Regular PTM focus upon individual progress report & joint efforts for holistic development. Home-visit is organised for the student on a need basis.
 9. Worksheets: Specially prepared worksheets are used for better conceptual clarity. Students undergone studies for 3 years in this pattern perform in the lines of CBSE & ICSE structure, where understanding is more important than rote learning. (As per parents opinion our students settled well in CBSE & ICSE schools in cases of migration.)
 10. Examination based upon understanding: Entire syllabus of the textbook is focused on this pattern of examination based upon understanding. Important questions list and readymade assignments are not given to students. So that we can get the correct evaluation of the student.

Co-curricular & Futuristic Activities:

 1. Co-curricular activities: The main objective in these activities is to relate the topics of subjects and make it clear to students. Students have more interest in activities so they remember the topics for a longer period. It also reinforces the understanding of the student.
 2. Group prayer & bhojan(Food): Group prayer is organised systematically for developing inner power & skills. Group bhojan makes them learn: eat nutrition food, wash hands before taking food, offer prayer to God & share food with others. Teachers eat bhojan with students only.
 3. Experiential learning through visits: Tours, field trips, on the way trips are used for experiential learning. After linking trips with the subject, and pre and post-visit discussions lead to clarity of understanding & practical application of knowledge.
 4. Soft board display: In each class, students display a chart, picture and creative writing of an ongoing chapter on soft board. It helps in more clarity of concepts & daily revision. Inspirational literature is also displayed.
 5. Sport & Art: In accordance with age, students are given training in Sport & Art. Special advanced support is available for super 30 students of Sports and Art. Along with old traditional Indian games, indoor and outdoor games facilities available on the campus. Netted cricket ground with a pitch for season ball is available. 
 6. Futuristic activities: The world is changing rapidly. Keeping this rapid change in mind, when our elementary students will enter the world of job or profession after 15 to 20 years from now, jobs, profession and business would have changed fundamentally. For this unavoidable but certain change, our thinking, understanding and prior planning is the main base of our futuristic activities.
 7. Main basis and understanding of our futuristic activities is to develop “21st-century skills”. For this, we provide activities, opportunities and platforms through which our students become an independent learner. The United Nations has given a guideline to develop skills for the 21st century through education to each nation. In those lines only, we have been consistently developing these futuristic skills e.g. communication, creativity, collaboration, critical thinking.
 8. Special events/Campaigns for developing multifaceted skills: Learning skills with practical usage is very essential. All facets of events are being organised by the students. Campaigns help in developing students multiple skills, sensitivity towards society & wider perspective. For example: a celebration of Rakhi Abhiyan develops: communications, collaboration, creativity, team-work, entrepreneurship, patriotism, empathy & road safety.
 9. A special celebration of festivals: We teach students to understand the festival properly and celebrate it responsibly –  keeping in mind the environment. For example: celebrating Ganesh Chaturthi – preparing Ganpati idol from clay at home, visarjan at home only, and taking a pledge for leaving the bad habits along with the visarjan.
 10. Understanding of sustainable development goals (SDGs) is developed. Through different activities of its 17 goals, students create awareness and sensitivity towards the world.
 11. International experience & exposure: The world has become a village. In future students have to work with foreign citizens for their career and life. For international exposure, we undertake many activities in school like: interaction with foreign teachers & visitors at school. In the house system of our school, houses are linked with different countries.
 12. Value education & Nurturing virtues: Moulding Good Human Beings thorough character building and total personality development is our priority. After 5 years of kelavani(nurturing) in our system, we have seen these qualities developed in our students: confidence, higher (thought, dream, achievements), creativity & innovation, leading the change, never give up, balanced life and contributory personality for society and nation.
 13. The moulding as a responsible citizen: We run various social campaigns to develop leadership & mould our students as a responsible citizen with different NGOs: Literacy, Let’s preserve planet earth, Road safety, Nutrition, Cleanliness and Stop food wastage.
 14. In accordance with Indian culture –  balanced growth of panchkosh, we do a lot of experiments as per age group for total personality development of students. IITE conducted an impact study on the effectiveness of these experiments on students’ development. Successful results are noted in this report.
 15. Interaction with successful people: Amulyam for nurturing values, career guidance, direct introduction of students takes place with successful people of business and other fields. By Skype, interaction with foreign experts is also arranged.